keshu bapa rocks in surat on his birthday


ખુબ ખુબ આભાર સત્યની લડાઈમાં સાથીદાર બનવા બદલ માં ગુર્જરીના સૌ સંતાનોનો

૨૪મી જુલાઈએ સુરતમાં બપોર સુધી સતત વરસતા વરસાદે તો વિરામ લીધો છતાં આપ સૌએ વરસાવેલા અપાર સ્નેહના મુશળધાર વરસાદમાં હું ખરેખર ભીંજાઈ ગયો ..!!

મને આનંદ છે કે આમ આદમીના હક્ક અને ગુજરાતના હિતની લડાઈમાં મારો જન્મદિન નિમિત્ત બન્યો છે.

મારા માટે શુભેચ્છા લઇ ગામો-ગામથી પધારેલા વિવિધ સમાજના અને ધાર્મિક તેમજ સામાજિક સંગઠનના અગ્રણીઓ ખુબ દુર દુરથી પધાર્યાસૌનો પ્રેમ અને શુભેચ્છા મારા હ્રદય સુધી પહોંચી ગઈ છે અને તેનો હું આભાર સ્વીકાર કરું છું

ગુજરાતની ધરતીના પ્રશ્નોનો ઉકેલ જાપાનમાં નહિ મળે.

મને જન્મદિનની ભેટ આપવા માંગતા હો તો ગુજરાતને ધનનંદના શાસનથી છોડાવો….

કેશુભાઈ પટેલના જન્મદિનનો સંદેશ: આજે ગુજરાતની પરિસ્થિતિ કેવી છે?

પોલીસની દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી જારના ને
લાખ  ખાંડી  લુંટનારા   મહેફીલે   મંડાય   છે.

કામધેનુને  મળે  નહિ  એક  સુકું  તણખલું!
ને લીલાછમ ખેતરો સૌ આંખલા ચરી જાય છે

છે ગરીબોના કૂબામાં તેલ ટીપુય દોહ્યલું
ને શ્રીમંતોની કબર પર ઘી ના દીવા થાય છે

ફૂલડાં ડૂબી જાય છે ને પથરા તરી જાય છે.

પ્રજાધર્મથી પરિવર્તન લાવીશ. ભીષ્મ બની ચુપ નહિ રહું.

બેરોજગારીના ખોટા આંકડા આપીને સરકાર ગુજરાતના યુવાનોની ક્રૂર મશ્કરી કરી રહી છે.

અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાતમાં સીએનજી, ડીઝલ, અને પેટ્રોલ મોંઘા કેમ?

Comments